Video: રાષ્ટ્રવિરોધી હિસ્ટ્રીશિટરોનું 100 કલાકમાં ડોઝીયર તૈયાર કરો, દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો આદેશ
દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે ગુજરાતની સુરક્ષા વ્યવસ્
દિલ્હી બ્લાસ્ટ બાદ રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. તેમણે રાજ્યના તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડાઓને તાકીદ કરી છે કે છેલ્લા 30 વર્ષમાં રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું વેરિફિકેશન અને ચેકિંગ કરીને તેમનું વિગતવાર ડોઝીઅર (Dossier) તૈયાર કરવાની કાર્યવાહી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે.
રાષ્ટ્ર વિરોધી આરોપીઓ પર નજર
આદેશ અનુસાર, છેલ્લા 30 વર્ષના દરમિયાન નોંધાયેલા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અથવા રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓનો ડેટા એકત્ર કરવામાં આવશે. દરેક આરોપીની વિગતોનું સઘન ચેકિંગ અને વેરિફિકેશન કરવામાં આવશે.
આ સમગ્ર ડોઝીઅર તૈયાર કરવાની પ્રક્રિયા આગામી 100 કલાકમાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે. પોલીસ વડા વિકાસ સહાયના આ આદેશ રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, સંગઠિત ગુનાખોરી અને રાષ્ટ્ર વિરોધી તત્ત્વોના નેટવર્કને ફરીથી સક્રિય થતા અટકાવવા અને તેમનો ડેટાબેઝ અપડેટ કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે.








