મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Gujarat કેડરના સિનિયર IPS અધિકારીનું નિવૃત્તિના બે મહિના પૂર્વે સ્વૈચ્છિક રાજીનામું, રાજકારણમાં ઝંપલાવે તેવી શક્યતા

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી મનોજ નીનામાએ નિવૃત્તિના બે મહિના પૂર્વે જ

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી મનોજ નીનામાએ નિવૃત્તિના બે મહિના પૂર્વે જ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. 31 મે 2026 રોજ નિવૃત્ત થનારા નીનામા હવે રાજકારણના મેદાનમાં ઉતરે તેવી પ્રબળ શક્યતા છે. ચર્ચાઓ મુજબ, પી.સી. બરંડાની જેમ નીનામા પણ આગામી સમયમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે લેવાયેલા આ નિર્ણયથી અનેક બેઠકો પર રાજકીય ગણિત બદલાય તેવી સંભાવના છે.  

આ સમાચાર શેર કરો