મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, જાણો કેવી રીતે મેળવશો માર્કશીટ

ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હ

 ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હવે આજે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડેડિકેટેડ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને સીધી જ પોતાની માર્કશીટ ફોનમાં પ્રાપ્ત કરી શકશે. 

આ રીતે મેળવો રિઝલ્ટ 

આ ચાર સ્ટેપમાં વેબસાઇટ પરથી મેળવો પરિણામ

સ્ટેપ-1

www.gseb.org વેબસાઇટ ઓપન કરો

સ્ટેપ-2

ગુજરાત SSC રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-3

લિંકમાં સીટ નંબર ઉમેરો.

સ્ટેપ-4

હવે તમને માર્કશીટ જોવા મળશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026ની આ બોર્ડ પરીક્ષામાં માત્ર ધોરણ 10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

આ સમાચાર શેર કરો