મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જુલાઈમાં GST કલેક્શન રૂ.2.11 લાખ કરોડને પાર

દેશમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં આવેલા ઉછાળાને કારણે જુલાઈ 2026માં GST કલેક્શનમાં મોટો વધારો નોંધાયો છે

તસવીર: gstv

દેશમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં આવેલા ઉછાળાને કારણે જુલાઈ 2026માં GST કલેક્શનમાં મોટો વધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં ગ્રોસ GST કલેક્શન 15.4 ટકાના વધારા સાથે રૂ.2.11 લાખ કરોડના સ્તરે પહોંચ્યું છે, જે છેલ્લા 14 મહિનામાં સૌથી ઝડપી ગ્રોથ છે. ચાલુ નાણાકીય વર્ષમાં બીજી વખત GST કલેક્શન રૂ.2 લાખ કરોડનો આંકડો પાર કરી ગયો છે, જે મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત આપી રહ્યું છે. ઘરેલુ GST આવકમાં 10.1 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આયાત પરના GST કલેક્શનમાં 28.8 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. GST આવકમાં થયેલા આ વધારાથી સરકારની આવકમાં વધારો થયો છે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળી છે. આંકડાઓ પર નજર કરીએ તો, જુલાઈ મહિનામાં ઘરેલુ જીએસટી આવક 10.1 ટકા વધીને 1.45 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.31 લાખ કરોડ રૂપિયા હતી.  

આ સમાચાર શેર કરો