VIDEO: અમદાવાદના થલતેજમાં ભારે વરસાદને કારણે ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભરાયા પાણી
અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે મેયરના મતવિસ્તાર થલતેજ વિસ્તારની પોલ ખુલ

અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે મેયરના મતવિસ્તાર થલતેજ વિસ્તારની પોલ ખુલી ગઈ છે. થલતેજના ભાઈકાકા નગર વિસ્તારમાં સ્થિત ફ્લેટના પરિસરમાં એટલા બધા પાણી ભરાયા કે ત્યાં મૂકેલા વાહનો અને બાઇકો પણ અડધા ડૂબી ગયા હતા. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો કે રોડનું સ્તર ઊંચું કરવાના વિકાસના કામોને કારણે આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. સામાન્ય વરસાદમાં પણ ઘરો અને ફ્લેટમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.




