મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર, સાબરમતીમાં પાયલટ પ્રોજેક્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી વિસ્તારના અચેર AMTS બસ સ

તસવીર: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી વિસ્તારના અચેર AMTS બસ સ્ટેન્ડ ખાતે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કર્યું છે. વર્ષોથી ઊભેલા જૂના વૃક્ષને કાપવાને બદલે તેને જ શેલ્ટરની ડિઝાઇનની મુખ્ય થીમ બનાવવામાં આવી છે. શેલ્ટરની છત પર વર્નોનિયા એલિપ્ટિકા ક્લાઇમ્બર છોડ લગાવવામાં આવ્યા છે, જે મુસાફરોને કુદરતી છાંયડો, ઠંડક અને શુદ્ધ હવા આપશે. શેલ્ટરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ડિજિટલ માહિતી બોર્ડ, LED લાઇટ અને સાઇનેજ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે તૈયાર કરાયેલા આ ગ્રીન બસ શેલ્ટરની સફળતા બાદ આગામી દિવસોમાં શહેરમાં વધુ આવા બસ મથકો ઉભા કરવાની યોજના છે.

આ સમાચાર શેર કરો