VIDEO: ન્યુઝીલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 6 દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા છે..ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 6 દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા છે..ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરી મોદી મેલબર્નથી ન્યુઝીલેન્ડ પહોંચ્યા છે. જ્યાં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત થયુ હતું. પીએમના પ્રવાસની શરૂઆત ન્યુઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટોથી થશે. આ દરમિયાન બંને દેશો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરારને અંતિમ સ્વરૂપ આપશે. ત્યારબાદ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે. પીએમ મોદી ઓકલેન્ડમાં 40 હજાર ભારતીયોને પણ સંબોધિત કરશે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયે 'કિયા ઓરા મોદી' કાર્યક્રમનું આયોજન કર્યું છે. ન્યુઝીલેન્ડમાં 40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમની આ મુલાકાત થઈ રહી છે. આ પહેલા 1986માં તત્કાલીન પીએમ રાજીવ ગાંધી ન્યુઝીલેન્ડ ગયા હતા.




