VIDEO: સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મહાજીત, અમદાવાદમાં CM અને દિગ્ગજોની હાજરીમાં ભવ્ય જશ્ન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભવ્ય જીત મેળવી છે. અમદાવાદ મહાન

સોર્સ: GSTV

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભવ્ય જીત મેળવી છે. અમદાવાદ મહાનગરાપાલિકા સહિત તમામ 15 મહાનગરોમાં ભાજપના કમળ ખિલ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનપુર શહેર ભાજપ કાર્યાલયે જશ્ન મનાવ્યો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓએ ઉજવણી સાથે કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે વિકાસના કામોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.  રાજ્યભરના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. અનેક જગ્યાએ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા પર કબજો જમાવ્યો છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ કેટલાંક વિસ્તારોમાં પ્રતિસ્પર્ધા આપી હોવા છતાં ભાજપનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. આ જીતને સંગઠનની મજબૂતાઈ અને મતદારોના વિશ્વાસનો પ્રતિબિંબ માનવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત