VIDEO: મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા સરકાર તૈયાર: શિયાળુ સત્રમાં કાયદો લાવવાની યોજના
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે સમા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે સમાન નાગરિક સંહિતા માટે ભલામણો તૈયાર કરતી સમિતિ અહેવાલ સુપરત કરતાની સાથે જ રાજ્ય સરકાર તેનો અમલ કરશે. સરકાર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન આ અંગેનો કાયદો લાવવાની યોજના ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ આ જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વ હેઠળની સાત સભ્યોની સમિતિ હાલ આ મામલે અહેવાલ તૈયાર કરવા પર કામ કરી રહી છે.




