મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મહારાષ્ટ્રમાં ડોક્ટરો પર હુમલો: સુપ્રીમ કોર્ટની ગંભીર નોંધ, રાજકારણીઓની અટકાયતનો આદેશ

મહારાષ્ટ્રના પાલઘરની હોસ્પિટલમાં શિવસેનાના નેતાઓ દ્વારા

તસવીર: gstv

મહારાષ્ટ્રના પાલઘરની હોસ્પિટલમાં શિવસેનાના નેતાઓ દ્વારા ડોક્ટરો અને સ્ટાફ પર હુમલો કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે સરકારને કડક સૂચના આપી છે કે ડોક્ટરો પર હુમલો કરનાર રાજકારણીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવે. દહીં હાંડી ઉજવણી બાદ સર્જાયેલા વિવાદમાં શિવસેના જિલ્લા વડા કુંદન સાંખે અને શહેર વડા રાહુલ ઘરત સહિતના લોકો ઇમરજન્સી અને ICUમાં ઘૂસી ગયા હતા અને સ્ટાફ સાથે મારપીટ કરી હતી. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પાલઘર પોલીસે શિંદે જૂથના સભ્યો સહિત 17 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો