Video: ગોપાલ ઈટાલિયા જયેશ રાદડિયાને ભેટી પડ્યા, વિધાનસભામાં બંને નેતા વાતચીત કરતાં ગરમાયું રાજકરણ
ગાંધીનગરમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, રાજ્યની સૌથી મો
ગાંધીનગરમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે, રાજ્યની સૌથી મોટી પંચાયત વિધાનસભામાં ધારાસભ્યો અને મંત્રીઓની અવરજવર પણ વધી છે. વિધાનસભામાં આપ ધારાસભ્ય અને ભાજપ નેતા જયેશ રાદડિયા ગળે મળતા રાજકરણ ગરમાયું છે. વિધાનસભા શરૂ થાય તે પહેલા બંને નેતાઓએ વિધાનસભા પરિસરમાં હાથ મિલાવીને વાત પણ કરી હતી. વિસાવદરમાં પેટા ચૂંટણી દરમિયાન જયેશ રાદડિયાએ ગોપાલ ઇટાલિયા સામે પ્રચાર પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ પ્રતાપ દૂધાતે ભવિષ્યવાણી કરી હતી કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જોડાશે.








