સોનાના ભાવ તૂટ્યા, ભારતીય બજારમાં રુ. 1400નો ઘટાડો થયો

ભારતીય બજારમાં સોનાના ભાવમાં 1,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આ અંગે માર્કેટ એક્સપર્ટ જીગર

ભારતીય બજારમાં સોનાના ભાવમાં 1,400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આ અંગે માર્કેટ એક્સપર્ટ  જીગર સોનીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સોનાને વર્લ્ડ કરન્સી ગણવામાં આવે છે. સોનામાં થતો દરેક ઘટાડોએ ખરીદવા પાત્ર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફના કારણે સોનાના ભાવમાં આ સ્થિતિ જોવા મળી છે.

જીગર સોનીએ વધુમાં કહ્યું કે, સ્વિટ્ઝરલેન્ડ માંથી મોકલવામાં આવતા ગોલ્ડ ઉપર ટેરીપ લગાવવામાં આવશે નહીં એવી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી છે. નોંધનીય છે કે, ડોલર નહીં પણ રૂપિયાના ભાવમાં પણ આ વધઘટ જોવા મળી રહી છે. જીઓ પોલિટિકલ ટેન્શનને લઈને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે 

જાહેરાત

આ સાથે જ તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં પુતિન અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત સકારાત્મક પરિણામો લાવે તો સોનાના ભાવમાં હજુ પણ 1,500 રૂપિયાનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે બુલિયન માર્કેટ એક્સપર્ટે વૈશ્વિક સ્તરે જે મોંઘવારી વધી રહી છે..તેને કાબુમાં નહી લેવાય તો પરિસ્થિતિ નહી સુધરે તેવી પણ ચિંતા વ્યક્ત કરી છે..

આ સમાચાર શેર કરો

જાહેરાત