VIDEO: પ્લાસ્ટિક આપો, ગણેશ મૂર્તિ મેળવો અભિયાનમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી
સુરતના ઉધના ઝોન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કિલો પ્લાસ્ટિકના બદલે માટ

સુરતના ઉધના ઝોન ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા એક કિલો પ્લાસ્ટિકના બદલે માટીની ગણેશજીની મૂર્તિ આપવાનું આકર્ષક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ જાહેરાતથી આકર્ષાઇને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને નાગરિકો પ્લાસ્ટિકની થેલીઓ સાથે લાંબી લાહોરોમાં ઊભા રહી ગયા હતા. પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ મૂર્તિઓ ન મળતા લોકોમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ ગઈ હતી. લાઈનમાં ઉભેલા નાગરિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો મૂર્તિઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહોતી, તો પાલિકાએ આ પ્રકારની ખોટી જાહેરાત શા માટે કરી? અગાઉથી કોઈ સ્પષ્ટતા ન કરવાને કારણે નાગરિકોનો કિંમતી સમય બગડ્યો હતો અને તેઓ નાછૂટકે પ્લાસ્ટિક લઈને ખાલી હાથે ઘરે પાછા ફરવા મજબૂર બન્યા હતા.




