મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના ગણદેવીમાં અંબિકા નદીમાં મૂર્તિ વિસર્જન દરમિયાન યુવતી ડૂબતાં બચાવાઈ

નવસારીના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે દશામાંની મૂર્તિના વિસર્જન દરમિયાન એ

તસવીર: gstv

નવસારીના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે દશામાંની મૂર્તિના વિસર્જન દરમિયાન એક યુવતી અંબિકા નદીમાં અકસ્માતે પડી ગઈ હતી. ચીખલીના થલાની રહેવાસી રમીલા હળપતિ નદીમાં પડ્યા બાદ પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રમીલાને સુરક્ષિત રીતે નદીમાંથી બહાર કાઢી હતી. યુવતી નદીમાં પડી હોવાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. નદીમાંથી બહાર કાઢ્યા બાદ રમીલા હળપતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ ગણદેવી પોલીસને કરવામાં આવતા પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે. સમયસર સ્થાનિક તરવૈયાઓની મદદ મળતા યુવતીનો જીવ બચી ગયો હતો.

આ સમાચાર શેર કરો