VIDEO: ચોટીલામાં જીનીંગ મિલનું ઉઠામણું, 200 કરોડથી વધુ રકમ ફસાઈ
સુરેન્દ્રનગરના ચોટીલામાં જીનીંગ મિલનું ઉઠામણું થતા અનેક ખેડૂતોના નાણા ફસાયા છે. ખેડૂતોની પરસેવાની કમાણી ફસાઈ છે. અંદાજીત 
સુરેન્દ્રનગરના ચોટીલામાં જીનીંગ મિલનું ઉઠામણું થતા અનેક ખેડૂતોના નાણા ફસાયા છે. ખેડૂતોની પરસેવાની કમાણી ફસાઈ છે. અંદાજીત 200 કરોડથી વધુ રકમ ફસાઈ છે. તો બીજી તરફ જીનીંગ સંચાલકો જીનને તાળા મારી ફરાર થયા છે. ચોટીલા જિનીંગમાં વાયદાઓ કરીને ખેડૂતો પાસેથી કપાસ લેવાયો હતો.
200 કરોડથી વધુ રકમ ફસાઈ
રક્ષાબંધનના બીજા દિવસે રૂપિયા ચુકવણીનો વાયદો કરાયો હતો. પરંતુ ગત રોજ જ્યારે ખેડૂતો જીન પર પહોંચ્યા તો ત્યાં ખંભાતી તાળા જોતા જ તેઓના પગતળે જમીન સરકી ગઈ હતી. જીન બંધ જોવા મળતા ખેડૂતો, દલાલો અને મજૂરો ભારે મુશ્કેલીમાં દેખાયા હતા.




