VIDEO: ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ!
ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો ઝીંક

ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ ત્રીજો ભાવવધારો છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી સૈન્ય અસ્થિરતા આપણા રસોડા અને પ્રવાસના બજેટને કેવી રીતે પ્રભાવિત કરે છે. નવા દરો મંગળવાર સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. માત્ર 11 દિવસના ગાળામાં આ ત્રીજો ઝટકો છે. આ પહેલા શનિવારે પ્રતિકિલો રૂ. 1 અને 15 મેના રોજ રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 15મે થી અત્યાર સુધીમાં સીએનજી પૂરા 5 રૂ. મોંઘું થઈ ચૂક્યું છે.




