GSTV ખણખોદઃ મોંઘવારીની ડાકણના કાળાકેર વચ્ચે ભાજપ MLA ગીતમાં ગૂલતાન હોવાનો VIDEO VIRAL!
સોર્સ : gstv
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી હલચલ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો વધ્યો છે. છેલ્લા ગણતરીના દિવસોમાં ઈંધણના ભાવમાં આ ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. તાજા ફેરફાર મુજબ, પેટ્રોલમાં પ્રતિ લિટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લિટરે ₹2.71નો વધારો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 25 મેની સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય મૈથીલી ઠાકુરે પોતાની શૈલીમાં ગાયેલું ગીત વાયરલ થઈ રહ્યું છે.

