VIDEO : અંબાજીમાં દર્શન કર્યા બાદ ગેનીબેન ઠાકોરે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું
Banaskantha News : લોકસભા ચૂંટણી પરિણામ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દિલ્લી ખાતે નેતાઓની મુલાકાત કર્યા બાદ આજે શ

Banaskantha News : લોકસભા ચૂંટણી પરિણામ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દિલ્લી ખાતે નેતાઓની મુલાકાત કર્યા બાદ આજે શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે પહોચ્યા હતા. અંબાજી પહોંચતા ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગેનીબેન યાત્રાધામ અંબાજી પહોચ્યા ત્યારે બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ સાથે અંબાજીમા ભવ્ય રેલી યોજી હતી. માતાજીની આરતી કરીને તેમણે અને માતાજીના આશીર્વાદ લીધા.
તેમણે મિડિયા સમક્ષ જણાવ્યું કે બનાસકાંઠાની જનતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઉપર જે વિશ્વાસ રાખીને મને આશીર્વાદ આપ્યા છે તે ફળ સ્વરૂપે હું આજે માં જગતજનની અંબા બનાસકાંઠાની જનતાના કાર્યો કરવાની શક્તિ અને આશીર્વાદ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. હાલ ગરમીમાં પડતી પાણીની મુશ્કેલી વિશે તેમણે વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને યોગ્ય રીતે સમસ્યાનો નિકાલ આવે તેવા પ્રયત્નો કરવા તૈયારી દાખવી હતી.. તો પાણીની સમસ્યા માટે સત્તા પક્ષની સરકારની ઢીલી નીતિને જવાબદાર ગણાવી હતી.




