મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમા ગેસનો બાટલો ફાટતાં અફડાતફડી, આધેડનું ઘટના સ્થળે જ મોત

સુરતમાં અલગ અલગ જગ્યા પર ચાલતા ગેસ રી-ફિલિંગના ગોરખ ધંધા ચાલી રહ્યાં છે. ત્યારે ગેરકાયદેસર ગેસ રીફિલ

સુરતમાં અલગ અલગ જગ્યા પર ચાલતા ગેસ રી-ફિલિંગના ગોરખ ધંધા ચાલી રહ્યાં છે. ત્યારે ગેરકાયદેસર ગેસ રીફિલિંગના કારણે થયેલા બ્લાસ્ટમાં આધેડનું મોત નીપજ્યું છે. સચિન વિસ્તારમાં આવેલા ગભેણી ખાતે મૂળ બિહારના ચિત્રકૂટના શિવરામ પૂરના વતની ભૂરી યાદવ નામના પચાસ વર્ષીય આધેડ તેમની દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા. ભૂરી યાદવ ઘરકામ કરતા હતા અને તેમના દીકરી હંસુ યાદવ સચિનમાં એક કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરીને જમવાનું આપીને માતા ભૂરી પોતાના ઘર નજીક આવેલી દુકાને ચા લેવા માટે ગયા હતા. પરંતુ રસ્તામાં આવતી ચાની કીટલી પર દુકાનની અંદર જ મોટા ગેસની બોટલમાંથી નાની બોટલમાં ગેસ રી-ફિલિંગ કરવાનું કામ ચાલતું હતું. આ ઘટનામાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે જેમાં ભુરી યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને જાણે કોઈ બૉમ્બ બ્લાસ્ટ થયો હોય તે પ્રકારનું માહોલ જોવા મળ્યો હતો. 

આ સમાચાર શેર કરો