VIDEO: સુરેન્દ્રનગરના સ્મશાનમાં બળતી ચિતાઓ ફરતે યોજાય છે અનોખા ગરબા
રાજ્યમાં નવરાત્રિને પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બાકીના દિવસોમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગ
રાજ્યમાં નવરાત્રિને પૂર્ણ થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બાકીના દિવસોમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ-ગરબા કરવા થનગનાટ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં અનોખા ગરબા યોજાય છે. સુરેન્દ્રનગરમાં મુખ્ય સ્મશાનમાં બળતી ચિતાઓ ફરતે ગરબીનું આયોજન કરવામાં આવે છે.
નાની બાળાઓથી લઈમ હિલાઓ રમે છે ગરબા
માતાજીની પર અતૂટ આસ્થા વિશ્વાસથી ખેલૈયાઓએ સ્મશાનમાં રમઝટ બોલાવી હતી. નાની બાળાઓથી લઈ મહિલાઓ ગરબે રમવા સુરેન્દ્રનગરના સ્મશાનમાં આવે છે અને રમઝટ બોલાવે છે.
માતાજીની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગરબે રમે છે લોકો
માતાજીની વેશભૂષા પણ ગરબી દરમ્યાન કરવામાં આવી રહ્યું છે.માતાજીની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જ્યાં ડાઘુઓ મૃતકોને અગ્નિસંસ્કાર આપે ત્યાં ખેલૈયાઓ સ્મશાનમાં પણ ગરબે ઘૂમી રહ્યા છે.






