મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બહેન-દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્ત્વોને ગેનીબેન ઠાકોરે આપી ખુલ્લી ચેલેન્જ

ગુજરાતમાં 7મેએ લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન યોજાશે. આ પહેલા બનાસકાંઠાના કોંગ

ગુજરાતમાં 7મેએ લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે મતદાન યોજાશે. આ પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આક્રમક અંદાજમાં પ્રચાર શરૂ કર્યો છે. ગેનીબેન ઠાકોરે ડીસામાં યોજાયેલા રોડ શો દરમિયાન બજાર વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઇને બહેન-દીકરીઓને હેરાન કરતા અસામાજિક તત્ત્વોને ખુલ્લી ચેલેન્જ આપી છે.

ડીસામાં ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો

ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો હતો. ડીસાના એરોડ્રામ ચાર રસ્તા આગળથી ગેનીબેન ઠાકોર ખુલ્લી જીપમાં કોંગ્રેસના આગેવાનો સાથે નીકળ્યા હતા. ગેનીબેનના રોડ શોમાં મોટી સંખ્યામાં બાઇક અને ગાડીઓ કાફલા સાથે જોડાયા હતા.

રોડ શો દરમિયાન બજાર વચ્ચે ગેનીબેન ઠાકોરે જાહેરમાં સામાજિક તત્વોને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં અસામાજિક તત્વો બેન- દીકરીઓને હેરાન કરવાના પ્રયત્નો કરે છે, આવા તત્વોને ગેનીબેન ઠાકોર બજાર વચ્ચે ચેલેન્જ કરે છે. ગેનીબેન ઠાકોરે કહ્યુ કે, "મહેરબાની કરજો કુદરતના ઘેર દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઇકને કોઇ સક્ષમ છે, આ વાતને ધ્યાનમાં રાખી હું તમામને ખાતરી આપું છું. બેન-દીકરીની સુરક્ષાની વાતો આવે એમાં ગેનીબેન ઠાકોરે ભૂતકાળમાં ક્યારેય પીછેહટ કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય પીછે હટ નહીં કરે."

આ સમાચાર શેર કરો