મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં લુખ્ખાઓ બાખડ્યા, જાહેરમાં છરીઓ ઉછળી

રાજકોટમાં લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં લુખ્ખા તત્ત્વો જાહેરમાં ધારદાર

રાજકોટમાં લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં લુખ્ખા તત્ત્વો જાહેરમાં ધારદાર હથિયારો સાથે નીકળી પડે છે અને અન્ય સાથે બબાલ કરતા હોય તે સામાન્ય બાબત બની ગઈ છે. રાજકોટ શહેરમાં ભરચક રોડ ઉપર ધોળા દહાડે લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે.

રાજકોટ શહેરના બી ડિવિઝન વિસ્તારમાં સરાજાહેરમાં લુખ્ખાઓ બાખડ્યા હતા. મોરબી રોડ પર નજીવી બાબતે બોલાચાલી બાદ યુવાનો વચ્ચે મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. આ મારામારીમાં છરીઓ પણ ઉડી હતી. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડિયો સોશિયલ મિડિયામા વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો