મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ જિલ્લામાં વીજ લાઈનના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી ગેંગ પકડાઈ, આ હતી મોડસ ઓપરેન્ડી

રાજકોટ રૂરલ LCB પોલીસે ખેડૂતો અને વીજતંત્ર માટે પરેશાનીરૂપ બનેલી એક આંતર રાજ્ય રાજસ્થાની ગેંગ

રાજકોટ રૂરલ LCB પોલીસે ખેડૂતો અને વીજતંત્ર માટે પરેશાનીરૂપ બનેલી એક આંતર રાજ્ય રાજસ્થાની ગેંગનો પર્દાફાશ કર્યો છે, તેમજ 15.27 લાખના મુદ્દામાલ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગ દિવસે કૂવા ગાળવાના બહાને રેકી કરતી અને રાત્રે જી.ઈ.બી.ની ચાલુ લાઇનનો પાવર કટ કરી લાખોની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરતી હતી.

કાગવડ પાટીયા પાસેથી પાયલોટિંગ કરતી કાર અને વાયર ભરેલી બોલેરો પીકઅપ સાથે પકડાયેલા આ શખ્સો ચોરીનો માલ બાબરાના ભંગારના ડેલામાં સસ્તા ભાવે વેચી મોજ શોખ કરતા હતા. પોલીસે રોકડ અને વાહનો જપ્ત કરી વિરપુર તથા જામકંડોરણાના ત્રણ મોટા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે, જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો