મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બે ટ્રક વચ્ચે ધડાકાભેર સર્જાયો ગમખ્વાર અકસ્માત: એકનું મોત

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલ બાકરોલ સર્કલ નજીક જૈન મંદિર પાસે બે ટ્રકો વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો

તસવીર: gstv

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આવેલ બાકરોલ સર્કલ નજીક જૈન મંદિર પાસે બે ટ્રકો વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોના કુરચા બોલી ગયા હતા, જેને પગલે કેબિનમાં ફસાયેલા ચાલકોને જેસીબી અને ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. મકરબા ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો