VIDEO: યમુના નદીમાં ચાર યુવકો ડૂબી જવાની ઘટના: યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ
દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં યમુના નદીમાં ચાર યુવકો ડૂબી જવાની ઘટના સામે આવી

દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં યમુના નદીમાં ચાર યુવકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બાદ તરત જ વહીવટી તંત્ર દ્વારા યુવકોને શોધવા અને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે પોલીસ અને ગોતાખોરોની ટીમ હાજર રહીને સતત શોધખોળ કરી રહી છે. આ બનાવને કારણે યુવકોના પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રંદ છવાઈ ગયો છે. પ્રશાસન દ્વારા નદીની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને યુવકોને ત્વરિત બહાર કાઢવાના તમામ પ્રયાસો હાલ પૂરજોશમાં ચાલુ છે.




