મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા પર રાજકીય અદાવત રાખીને જીવલેણ હુમલો

જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભ

તસવીર: gstv

જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા પર રાજકીય ખાર રાખીને શાપુરના સરપંચ અને તેની સાથે આવેલા ૧૫ થી ૨૦ લોકોના ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં મુકેશભાઈને શરીરે ગંભીર મુંઢમાર વાગતા તેમને તાત્કાલિક સારવાર અર્થ વંથલી સરકારી હોસ્પિટલ (PHC) ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વંથલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલો કરનાર તમામ શખ્સોની ધરપકડ કરવા માટે સઘન તપાસ અને કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો