VIDEO: મેંદરડા-જૂનાગઢ બાયપાસ રોડ પર કાળમુખો અકસ્માત: કારની ટક્કરે બાઇકસવાર યુવકનું કરુણ મોત!
મેંદરડા-જૂનાગઢ બાયપાસ રોડ પર સોનરેડી ગામ નજી

મેંદરડા-જૂનાગઢ બાયપાસ રોડ પર સોનરેડી ગામ નજીક મોડી રાત્રે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક જ બાઇક પર સવાર થઈને જઈ રહેલા ત્રણ મિત્રોને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર ટક્કરમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતકના મૃત્તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.




