VIDEO: ધોરાજી પાલિકાની લિફ્ટ ખોટકાયા બાદ પૂર્વ ધારાસભ્યએ એજન્સી સામે કાર્યવાહી કરવા કરી માગ
રાજકોટના ધોરાજી નગરપાલિકાના સફાઈ કામદારોના દેખાવ સમયે નગર પાલિકાની લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના
રાજકોટના ધોરાજી નગરપાલિકાના સફાઈ કામદારોના દેખાવ સમયે નગર પાલિકાની લિફ્ટમાં ફસાઈ જવાની ઘટના બની હતી. આ ઘટનાને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નગરપાલિકા સત્તાધિશો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે, નગર પાલિકા કચેરીની લિફ્ટ વારંવાર બંધ થઈ જાય છે, પરંતુ આ મામલે તંત્ર ગંભીર નથી. આજે લિફ્ટ બંધ થતા ગભરામણ સર્જાઈ, જેમાં બે લોકોને પેનિક અટેક આવ્યો છે. આમ નગરપાલિકા તંત્રની બેદરકારીનો ભોગ સફાઈકર્મીઓ બન્યા છે, ત્યારે લિફ્ટ ફીટ કરનારી એજન્સી સામે કાર્યવાહી થવી જોઈએ.







