મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીમાં પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા, વયનિવૃતિ પહેલા જ આપ્યું હતું રાજીનામું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ મનોજ નિનામા ભાજપમાં સામે

તસવીર: GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ મનોજ નિનામા ભાજપમાં સામેલ થયા છે.  શામળાજી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે જિલ્લા પ્રભારી અને મંત્રી પી.સી. બરંડાએ મનોજ નિનામાને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. પૂર્વ આઈપીએસ અધિકારી સાથે અન્ય 10 કાર્યકરોએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે.

વર્ષ 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નિનામા, જેઓ અરવલ્લીના શામળાજી તાલુકાના ઝાબ-ચીતરિયા ગામના વતની છે, તેમણે પોલીસ સેવામાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. 7મી એપ્રિલની સાંજે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. તેઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી તરીકે ફરજ બજાવતા હતા અને 31 મે, 2026એ નિવૃત્તિ થવાની હતી.

આ સમાચાર શેર કરો