VIDEO : AMCમાં નવી ટર્મનો વિધિવત પ્રારંભ, ભાજપના 160 અને કોંગ્રેસના 32 કોર્પોરેટરો સજ્જ
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિર્વાચિત પ્રતિનિધિઓ આજે AMC સેક્રેટરી ઓફિસ ખાતે પ્રમાણપત્ર જમા કરાવવા પહોંચ્યા હતા. પાંચ વર
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિર્વાચિત પ્રતિનિધિઓ આજે AMC સેક્રેટરી ઓફિસ ખાતે પ્રમાણપત્ર જમા કરાવવા પહોંચ્યા હતા. પાંચ વર્ષની ટર્મ માટે ભાજપના 160 અને કોંગ્રેસના 32 કોર્પોરેટરો સત્તાવાર રીતે કામગીરી સંભાળશે. AMC દ્વારા કાઉન્સિલરોને લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ પેટે રૂ.12,000 અને અન્ય મેડિકલ તથા મીટિંગ ભથ્થા આપવામાં આવશે. તમામ વિજેતા ઉમેદવારોને ટૂંક સમયમાં નવા સર્ટિફિકેટ એનાયત કરાશે, ત્યારબાદ તેઓ શહેરના વિકાસ કાર્યોમાં જોડાશે. આ સાથે જ કોર્પોરેશનમાં નવી ટર્મનો પ્રારંભ થશે.
જાહેરાત






