VIDEO: Surendranagar મનપાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ, ફોર્મ રદ થવાને કારણે વિપક્ષમાં ચિંતાનું મોજું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 194 ઉમેદવારો પૈકી 50થી વધુ ઉમેદવારોના ફોર્મમાં ટેકનિકલ ખામીઓ અને ક્વેરી આવતા તેને રદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા રાજકીય ગરમાવો આવ્યો છે.
માન્ય રહેલા ઉમેદવારોને ચિહ્નો અને ક્રમાંકની ફાળવણી કરી દેવામાં આવી છે. 15 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે, ત્યારબાદ જ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. હાલમાં વિપક્ષી છાવણીમાં ફોર્મ રદ થવાને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.



