VIDEO : રાજુલામાં ખાનગી કંપનીને જમીન આપવાના વિવાદ વચ્ચે વન મંત્રીની એન્ટ્રી, વનતંત્રની જોહુકમી સામે માલધારીઓની રજૂઆત
રાજ્યના વનનંમત્રી, કૃષિ મંત્રી સહિત ઉર્જા મંત્રીની હાજરી
રાજ્યના વનનંમત્રી, કૃષિ મંત્રી સહિત ઉર્જા મંત્રીની હાજરીમાં સાસણમાં બેઠક યોજાઈ. જેમાં માલધારી, ટુરિસ્ટ ગાઈડ, જીપ્સીના ડ્રાઇવરો, હોટલ એસોસિએશન સહિતનાઓ અગ્રણીઓએ હાજરી આપી..આ બેઠકમાં તમામને પડતી મુશ્કેલીની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણની આપી ખાતરી આપવામાં આવી. રાજુલાના બાબરકોટ નજીક રિઝર્વ ફોરેસ્ટની જમીન આપવા મુદ્દે પણ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી. રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ક્યાંય માઈનિંગની મંજૂરી આપવામાં આવતી નથી અને આપવામાં પણ નહીં આવે.
ગીર પૂર્વ ડિવિઝનના રાજુલા નજીક ખાનગી કંપનીને 75 હેક્ટર જમીન આપવાની પેરવી ચાલી રહી છે. અને રિઝર્વ ફોરેસ્ટ ની જમીન આપવા માટે સ્થાનિક ડીસીએફએ પોઝિટિવ અભિપ્રાય આપતા મોટો વિવાદ થયો હતો. આ ઉપરાંત સાસણમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે ગીરમાં સિંહને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની પણ સુચના અપાઈ. વનમંત્રીએ કહ્યું કે, સિંહોના અકસ્માત ન થાય તે માટે AIની મદદ લેવાશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ કાર્યરત કરાશે. માલધારીઓએ પણ પાણી ઘાસચારા દાખલા સહિતના અનેક મુદ્દે વનતંત્રની જોહુકમીને લઈને રજૂઆત કરી હતી.



