મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નવસારી પંથકમાં ઘાયલ દીપડાએ ધમાલ મચાવતા વનવિભાગ ધંધે લાગ્યુ, ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરતા મહિલાને ઈજા

નવસારી શહેરને બારડોલીથી જોડતા સ્ટેટ હાઇવેને અડીને આવેલું છે નસીલપોર ગામ. જ્યા ગત સાંજે

નવસારી શહેરને બારડોલીથી જોડતા સ્ટેટ હાઇવેને અડીને આવેલું છે નસીલપોર ગામ. જ્યા ગત સાંજે 8:30 વાગ્યાની આસપાસ એક દીપડાની કાર સાથે ટક્કર થઈ હતી. જેમાં તે ઈજાગ્રસ્ત થતા રોડ પર ફસડાઈ પડ્યો હતો. સ્થાનિક લોકોએ તેની વિડીયોગ્રાફી કરવાનો પ્રયાસ કરવા દરમ્યાન તેણે સ્વસ્થતા કેળવી ફરીવાર ભાગવાના પ્રયાસ કરતા લોકોમાં નાસભાગ મચી હતી. સાથે તે રહેણાક મકાનમાં પ્રવેશવા જતા પહેલા જ ઘર માલિકે દરવાજો બંધ કરી દેતા મોટી મુશ્કેલી ટળી હતી. જો કે, મહિલાને પગમાં ઈજા પહોંચી હતી. વન વિભાગની અનેક કલાકોની કવાયત બાદ પણ તે હાથ તાળી આપી ભાગવામાં સફળ રહ્યો હતો.

લોકોમાં ડરનો માહોલ

બારડોલીથી નસીલપુર ગામ જતા સ્ટેટ હાઈવે ઉપર ઘાયલ દીપડાનો રોડ પર લથડિયા યા ખાતો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેને જોઈ શકાય છે કે તે ઝાડી જાખરા જાવ તરફ જવા માટે મથી રહ્યો છે, આ વિડીયો કોઈ સ્થાનિક યુવાને શૂટ કર્યો છે જે હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

યુવતી પણ દીપડાને જોવા ઊભી રહી ને...

ઓણચી ગામમાં રહેતી જીનલ પટેલ નવસારી શહેરમાં આવેલા મુલ્લાં હોસ્પિટલમાં નોકરી કરે છે. સાંજે ઘરે પરત ફરતી વખતે યુવતીએ રોડ પર લોકોનું ટોળું જોઈ શું થયું છે તે જોવા માટે ઉભી રહી હતી. જેમાં તેને ખબર પડી કે દીપડો ઘાયલ થયો છે જેથી તે પણ ઝાડી ઝાખરામાં જોવા જતા દીપડાએ સ્વસ્થતા કેળવીને ફરીવાર ભાગવાના પ્રયાસમાં યુવતીની પાછળ આવ્યો હતો. યુવતી જીવ બચાવવા માટે નસીલપુર ગામના ઇતિહાસ પટેલના ઘરમાં જય ચડી હતી જેમાં દીપડો તેની પાછળ આવ્યો હતો. પરિવારે યુવતીને તાત્કાલિક ઘરમાં લઈને દરવાજા બંધ કરી દીધા હતા જોકે આ બધી મથામણમાં યુવતીને પગમાં કંઈક વાગ્યું હતું જેમાં તેને શંકા છે કે દીપડાનો નખ તેના પગમાં વાક્યો છે જોકે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી જો કદાચ પરિવાર દરવાજો બંધ કરવામાં મોડું કર્યું હોત તો દીપડો કદાચ ઘરમાં પ્રવેશી ગયો હતો અને અનેક લોકોને હુમલામાં ઘાયલ કર્યું હોત

પગમાં નખ વાગ્યો

ઘાયલ જીનલ પટેલ જણાવે છે કે મે હોસ્પિટલ માંથી મોપેડ ઉપર ઘરે આવતી હતી એટલે મેં રસ્તામાં દીપડો જોયો અને લોકોના ટોળા સાથે તેને જોવા માટે ઊભી રહી હતી,એટલે મે પરત ઘરે ફરી હતી ત્યારે તેણે મારા ઉપર હુમલો કર્યો,મે મારો જીવ બચાવવા એક ઘરમાં જતી રહી હતી, મને લાગે છે કે તેનો એક નખ મારા પગમાં વાગ્યો છે.

હુમલો કર્યો

નસિલપોર ગામમાં રહેતા ઈમ્તિયાઝ રાવત કહે છે કે 8 થી 8:15 ની વચ્ચે નસીલપુર ગામ પાસે અજાણી કાર સાથે દીપડાની ટક્કર થઈ હતી, જેમાંથી ઝખમી થયો હતો અને રોડની બીજી તરફ ભાગવા જતા ઝાડીમાં ભરાઈને ફરીવાર એને જોવા ઊભેલા લોકો તરફ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન તે અમારા ઘર પાસે આવી ચડ્યો હતો અને પાર્કિંગ માં ઘૂસી ગયો હતો,અને ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો જે દરમિયાન અમે તાત્કાલિક ઘરના દરવાજા બંધ કર્યા હતા,જે દરમિયાન ઓણચી ગામની યુવતી પણ બચવા પ્રયત્ન કરી હતી જેને બચાવવા અમે તાત્કાલિક તેને ઘરમાં લઈ લીધી હતી. હાલ તેના પગમાં ઈજા થઈ છે અને તે હાલ સારવાર હેઠળ છે અમને શંકા છે કે દીપડો આ ગામમાંથી જખમી હોવાને કારણે બહાર ગયો ન હોઈ શકે.

ઘટનાની જાણ વન વિભાગને થઈ 

આ સમગ્ર ઘટનાની જાણ નવસારીના વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક સ્ટાફ સાથે અધિકારી નસીલપુર ગામ દોડી આવ્યા હતા દીપડાને રેસ્ક્યુ કરવાની તૈયારી શરૂ કરી હતી, પરંતુ રેસ્ક્યુ કરવા માટે જરૂરી પૂરતા સાધનોના હોવાથ મોડું થયું હતું, આખરે સુરતથી દીપડાને બેભાન કરવા માટે દાટ ગન મંગાવવામાં આવી હતી અને મોડી રાત્રે અઢી વાગ્યે કામગીરી શરૂ થઈ પરંતુ શેરડીના ખેતરોમાં દીપડાને શોધવું મુશ્કેલી ભર્યું કામ હોય પાંચ વાગ્યા સુધી દીપડો હાથ લાગ્યો ન હતો અને દીપડાએ સ્વસ્થતા કેળવી નાસી ગયો હોવાનું અનુમાન વન વિભાગએ લગાવ્યું છે.

સમગ્ર રાત નસીલપુર ગામ અને વન વિભાગ જાગ્યું

દીપડાને રેસ્ક્યુ કરવા માટે નસીલપુર ગામ સહિત વન વિભાગની ટીમ સમગ્ર રાત મથામણ કરતી રહી પરંતુ દીપડો ઘાયલ હોવા છતાં પણ તેને પકડી શકવામાં વન વિભાગને સફળતા મળી ન હતી વન વિભાગ પાસે પૂરતા સાધન સામગ્રી ન હોવાને કારણે તેઓ દીપડાને રેસ્ક્યુ કરવામાં નિષ્ફળતા મેળવી હતી સાથે જ બે જેટલી NGO ની ટીમ પણ દીપડાને રેસ્ક્યુ કરવા માટેની તૈયારી બતાવી હતી, પરંતુ RFO દ્વારા તેની મંજૂરી ન અપાતા દીપડો ઘાયલ હોવા છતાંય વન વિભાગને હાથ તાળી આપી નાસી જવામાં સફળ રહ્યો છે. 

રેસ્ક્યુની કામગીરી

RFO હિના પટેલ જણાવે છે કે, નશીલપોર ગામે પાસેના રહેણાંક વિસ્તાર પાસે દીપડાની કારની ટક્કરે અકસ્માત થયો હતો. જેને કારણે તે આ વિસ્તારમાં જ છુપાયો હોવાની માહિતી મળી હતી, તેને રેસ્ક્યુની કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી હતી,ગામના લોકોને સહકાર આપવા વિનંતી પણ કરી છે.

આ સમાચાર શેર કરો