મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'ઉમેદવારો છે કે આતંકવાદી?' ગાંધીનગરમાં ફોરેસ્ટના ઉમેદવારોની પોલીસે કરી ટિંગાટોળી

છેલ્લા ઘણાં સમયથી વન વિભાગની ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા સતત વિવાદમાં છે. આ પરીક્ષા પ્રક્રિયા

છેલ્લા ઘણાં સમયથી વન વિભાગની ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા સતત વિવાદમાં છે. આ પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ ન થતાં રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટી પડ્યા છે. ઉમેદવારો CBRT પદ્ધતિ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે પથિકાશ્રમ નજીક એકઠા થયેલા ઉમેદવારો અરણ્ય ભવન રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ હાજર પોલીસ કર્મીઓએ ઉમેદવારોની અટકાત કરી હતી. 

ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલન અને રજૂઆત માટે એકઠા થયા હતા. અહીં ઉમેદવારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. આ દરમિયાન પોલીસ જવાનોએ ઉમેદવારની ટિંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, 'ઉમેદવારો છે કે આતંકવાદી?'

નોંધનીય છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી સરકારી નોકરીની રાહ જોઈને બેઠલા ઉમેદવારોનો આક્રોશ આસમાને પહોંચ્યો છે. ઉમેદવારો સરકાર પાસે પોતાની માગણી સ્વીકારવાની અપીલ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો