VIDEO: બિહારમાં જળપ્રલય: ૧૪ જિલ્લાઓમાં ૪૦ લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત, ગંગા નદીના જળસ્તરમાં વધારો
પાંચ દિવસના મુશળધાર વરસાદ અને નેપાળથી છોડેલા પાણ

પાંચ દિવસના મુશળધાર વરસાદ અને નેપાળથી છોડેલા પાણીના કારણે બિહારમાં ગંભીર પૂર સંકટ સર્જાયું છે. રાજ્યના ૧૪ જિલ્લાના ૮૪ બ્લોક પૂરની ઝપેટમાં છે, જેનાથી ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા ૩૧ ટકા વધુ વરસાદ નોંધાયો છે….ભાગલપુરના સુલતાનગંજ ખાતે ગંગા નદીનું જળસ્તર ૩૬ મીટરે પહોંચી ગયું છે, જેણે ૨૦૨૧ના ૩૬ મીટરના સર્વોચ્ચ પૂર સ્તરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોસી, ગંડક, બાગમતી અને ઘાઘરા સહિતની મુખ્ય નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.




