Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 13 ministers to camp to deal with flood situation in Bihar, worst water level of river Ganga since 2016

ગંગા નદીનું વર્ષ 2016 બાદ સૌથી ભયાનક જળસ્તર, બિહારમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા 13 મંત્રીઓ કરશે કેમ્પ

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગંગા નદીનું વર્ષ 2016 બાદ સૌથી ભયાનક જળસ્તર, બિહારમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા 13 મંત્રીઓ કરશે કેમ્પ
સોર્સ : Google

બિહારમાં સતત વણસી રહેલી પૂરની પરિસ્થિતિ વચ્ચે સરકારે મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગંગા નદીના વધતા જળસ્તર અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 13 પૂર પ્રભાવિત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ અને પ્રભારી સચિવોને સ્થળ પર જ કેમ્પ કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હવે પ્રભાવિત વિસ્તારોમાં પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું સીધું નિરીક્ષણ કરશે.

App Store

અનેક નદીઓમાં ભારે પૂરની સ્થિતિ

ગંગાની સાથે સાથે સોણ, પુનપુન, સરયુ અને કોસી નદીઓમાં પણ ઘોડાપૂર આવવાના કારણે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. અનેક જગ્યાએ ઘરો, રસ્તાઓ અને સંપર્ક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

13 જિલ્લામાં, 13 મંત્રીઓ કરશે કેમ્પ

સરકારી સૂચના મુજબ બક્સર, ભોજપુર, પટના, સારણ, વૈશાલી, બેગુસરાય, સમસ્તીપુર, લખીસરાય, ખગડિયા, મુંગેર, ભાગલપુર, કટિહાર અને અરવલ સહિતના 13 જિલ્લાઓમાં મંત્રીઓ અને સચિવો કેમ્પ કરશે.

કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને?

બક્સર: નંદ કિશોર રામ

ભાગલપુર: નીતિશ મિશ્રા

પટના: વિજય ચૌધરી

કટિહાર: પ્રમોદ ચંદ્રવંશી

સમસ્તીપુર: દામોદર રાવત

મુંગેર: સંજય પાસવાન

બેગુસરાય: રામકૃપાલ યાદવ

વૈશાલી: નિશાંત કુમાર

સારણ: બિજેન્દ્ર પ્રસાદ યાદવ

ખગડિયા: મદન સહની

ભોજપુર: અરુણ શંકર પ્રસાદ

લખીસરાય: સુનીલ કુમાર

અરવલ: દીપક પ્રકાશ

ગંગા નદીએ 2016નો સર્વોચ્ચ જળસ્તરનો રેકોર્ડ તોડ્યો

જળસંપત્તિ મંત્રી વિજય ચૌધરીએ જણાવ્યું છે કે, ગંગા નદીએ વર્ષ 2016માં નોંધાયેલ તેના સૌથી ઊંચા જળસ્તરને પણ પાર કરી લીધું છે. પાટનગર પટનામાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સુરક્ષા તટબંધો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ભોજનથી લઈને પશુચારા સુધીની વ્યવસ્થા

પૂર પીડિતો સુધી ખોરાક, સૂકું રાશન, પીવાનું પાણી, તબીબી સુવિધાઓ, જરૂરી દવાઓ અને પશુઓ માટે ઘાસચારાની નિઃશુલ્ક અને સતત પુરવઠો પહોંચાડવા માટે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.