Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Roudra form of Ganga in Kashi, many areas inundated by torrential rains

VIDEO: કાશીમાં ગંગાનું રૌદ્ર રૂપ, મુસળધાર વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કાશીમાં ગંગાનું રૌદ્ર રૂપ

App Store

મુસળધાર વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર

અસ્સીથી મણિકર્ણિકા સુધીના તમામ ઘાટ જળમગ્ન!

ઉત્તર પ્રદેશના પવિત્ર ધામ વારાણસીમાં સતત મુસળધાર વરસાદને કારણે પવિત્ર ગંગા નદીના જળસ્તરમાં ભયાનક વધારો નોંધાયો છે. નદીના રૌદ્ર સ્વરૂપને કારણે કાશીના વિશ્વપ્રસિદ્ધ ઘાટો અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવા હાલાત નિર્માણ પામ્યા છે. અવિરત વધી રહેલા પાણીના પ્રવાહને લીધે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે, જેને કારણે સ્થાનિક રહિશો અને યાત્રાળુઓમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  ગંગા નદીના જળસ્તરમાં ઝડપી ઉછાળો આવતા અસી ઘાટ, દશાશ્વમેધ ઘાટ અને મણિકર્ણિકા ઘાટ સહિતના તમામ પ્રમુખ ઘાટોની સીડીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઘાટોનો પરસ્પર સંપર્ક તૂટી ગયો છે અને જળસ્તર વધવાને કારણે સુરક્ષાના ભાગરૂપે બોટ તેમજ નાવડીઓના સંચાલન પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. વિશ્વપ્રસિદ્ધ ગંગા આરતીના સ્થાનને પણ સુરક્ષિત ઊંચાઈવાળા સ્થળે ખસેડવાની નોબત આવી છે. 

વધી રહેલા જળસ્તરે તોડ્યો ઘાટોનો સંપર્ક, નાવ સંચાલન સંપૂર્ણ બંધ! 

કાશીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ! 

પૂરના વધી રહેલા જોખમને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફ તેમજ જલ પોલીસની ટુકડીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. નદી કિનારાના વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને ઊંડા પાણીથી દૂર રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. પૂરના પાણી નીચાણવાળા મકાનો અને દુકાનોમાં ઘૂસવાના કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.  હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ગંગા નદીનું જળસ્તર વધુ વધવાની આશંકા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તમામ પૂર રાહત શિબિરો અને ઈમરજન્સી ટીમોને તૈયાર રાખવામાં આવી છે. કાશી નગરીમાં હાલ ચારેય તરફ પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર ગંગા નદીના વહેણ પર સતત અને ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. 

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News