VIDEO: કાશીમાં આકાશી આફત! 41 ડિગ્રીને પાર પહોંચેલા પારા સાથે વારાણસી ગરમીમાં શેકાયું, હીટવેવના કારણે બપોરે રસ્તાઓ સુમસામ
સોર્સ : GSTV
વારાણસીમાં આકાશી આફત જોવા મળી રહી છે.. 41 ડિગ્રીને પાર પહોંચેલા તાપમાન અને હીટવેવના કારણે કાશી ધગધગતી ગરમીમાં શેકાઈ રહ્યું છે.. પ્રચંડ ગરમીથી બચવા માટે લોકો ભારે મથામણ કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જ્યાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે.. કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.. સ્થાનિક લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાં અને છાંયડાનો સહારો લઈ રહ્યા છે.. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે વહીવટીતંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવા માટેની એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

