મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લુણાવાડા પંથકમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, પોલીસે 300 લોકોનું રેસ્ક્યૂ

મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કા

તસવીર: gstv

મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે સુવા ગામ સહિતના કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. સુવા ગામના નાયક ફળિયામાં આવેલ વૈદ્ય પાસે દવા લેવા આવેલા અન્ય જિલ્લાના ૩૦૦થી વધુ લોકો ફસાયા હતા. માર્ગો બંધ થઈ જવાથી વહીવટી તંત્ર અને જિલ્લા એસઓજીની ટીમે ટ્રેક્ટરની મદદથી ૨૮ સ્થાનિકો અને પશુઓ સહિત તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતાં જિલ્લા કલેકટર અને એસપીએ સ્થળની મુલાકાત લીધી હતી. ભારે વરસાદથી કોતરોમાં પાણી ફરી વળ્યા છે અને તંત્ર હાઈ એલર્ટ પર છે.

આ સમાચાર શેર કરો