મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Gujarat હાઇકોર્ટનો ચુકાદો; ફિક્સ પગારદાર કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને 6% વ્યાજ સાથે મળશે બાકી પગાર

રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ

તસવીર: GSTV

રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરતાં કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઇકોર્ટે ખૂબ અગત્યનો ચુકાદો જાહેર કર્યો છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા ક્મ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરને વર્ષોથી પાર્ટ ટાઇમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા કર્મચારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારના નાણા વિભાગે તેમને લઘુત્તમ વેતન આપવા ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે નાણા વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબ 6 ટકા વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કર્યો છે. અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમની પોસ્ટના લઘુતમ પગાર ધોરણનો લાભ આપવામાં આવે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ 12 ડિસેમ્બર 2022ના અરજદારોના દાવાને નકારતો જે આદેશ રદ કર્યો હતો તે રદ કરવા માંગણી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો