મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં મેઘરાજાની સટ્ટાસટ્ટી, પાંચ ઈંચ વરસાદથી ઠેરઠેર વરસાદી પાણી ભરાયા, શાળાઓમા રજા જાહેર

સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત શહેર અને જિ

સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ અનરાધાર વરસી રહ્યો છે. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પાંચ ઈંચ કરતા વધારે વરસાદ પડી ગયો છે. સાથે જ વરસાદ યથાવત રહ્યો છે. જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમા રજા જાહેર કરવા અંગે વિવેકબુદ્ધીથી શાળાઓને નિર્ણય કરવા મેસેજ વહેતો કર્યો છે. જેથી શહેરની મોટાભાગની ખાનગી સહિતની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે.

ગરનાળામાં પાણી ભરાયા

ઘુંટણસમા પાણી ભરાતા અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે.વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા. વરાછા મેઈન રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસી જતાં ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. સરથાણા વિસ્તારમાં પણ પાંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્રાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા.

વાહનચાલકો પરેશાન

વીઆઇપી રોડથી લઈને સરથાણા સુધીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેને પગલે ટુ-વ્હીલર-ફોર વ્હીલર લઈને નીકળેલા લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જતાં હતાં. જેથી લોકો પરેશાન હતા. ત્યારે વરસાદી માહોલમાં ગમે તેમ કરીને લોકો કામકાજના સ્થળે જવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો