મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રામેશ્વરમના માછીમારોની ડીઝલ સબસિડીની માંગ

તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારોએ ફાઇબર અને સ્ટીલની બોટ માટે ફિશિંગ પરમિટ તેમજ ડીઝલ સબસિડી આપવાની માંગ સાથે વ

તસવીર: gstv

તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારોએ ફાઇબર અને સ્ટીલની બોટ માટે ફિશિંગ પરમિટ તેમજ ડીઝલ સબસિડી આપવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિક માછીમારોનું કહેવું છે કે વધતા જતા ડીઝલના ભાવ અને મોંઘવારીના કારણે તેમની આજીવિકા પર માઠી અસર પડી રહી છે. તેથી સરકારે નાના અને મધ્યમ કદના બોટ માલિકોને રાહત આપવા માટે સબસિડીયુક્ત ડીઝલનો કોટો વધારવો જોઈએ. આ ઉપરાંત યોગ્ય પરમિટ આપવાથી તેઓ સુરક્ષિત રીતે અને કાયદાકીય મર્યાદામાં રહીને દરિયામાં માછીમારી કરી શકશે. માછીમાર સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનાવશે.

આ સમાચાર શેર કરો