VIDEO: રામેશ્વરમના 9 માછીમારોની શ્રીલંકન નૌકાદળે ધરપકડ કરી
તમિલનાડુના રામેશ્વરમના 9 માછીમારોની શ્રીલંકન નૌકાદળે ધરપકડ કરી છે. કચ્ચતીવુ નજીક આંતરરાષ્ટ્રીય દરિયા

તમિલનાડુના રામેશ્વરમના 9 માછીમારોની શ્રીલંકન નૌકાદળે ધરપકડ કરી છે. કચ્ચતીવુ નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાર કરીને માછીમારી કરવાનો આરોપ માછીમારો પર મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, માછીમારોને દરિયામાં માછીમારી દરમિયાન શ્રીલંકન નૌકાદળે ઝડપી લીધા હતા. ધરપકડ બાદ તમામ માછીમારોને શ્રીલંકા લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં રામેશ્વરમના માછીમારો અને તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. દરિયાઈ સીમા અને માછીમારીના મુદ્દે તમિલનાડુના માછીમારોની શ્રીલંકન નૌકાદળ દ્વારા ધરપકડનો મુદ્દો અગાઉ પણ સામે આવ્યો છે. સ્થાનિક માછીમાર સંગઠનો દ્વારા ઝડપાયેલા માછીમારોને પરત લાવવા માંગ કરવામાં આવી રહી છે.



