VIDEO: ભારે વરસાદથી માછીમારોની વધી મુશ્કેલી
છેલ્લા કેટલાક દિવસથી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને ભારે વરસાદના કારણે તમિલનાડુના રામેશ્નરમથી લઇને ઓડિશાના પારાદીપ સુધી માછીમારોની સ્થિતિ કફોડી બની છે. વરસાદ અને અસામાન્ય હવામાનને કારણે હવામાન વિભાગ દ્રારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી હતી. આ કારણે બંગાળની ખાડી તરફના દરિયા કિનારે બંદર પર બોટનો ખડકલો થઇ ગયો હતો. ઓડિસ્સાના પારાદીપમાં તટીય વિસ્તારોમાં તેજ પવન સાથે મુશળધાર વરસાદ પડ્યા હતો. સમુદ્રમાં સર્જાયેલી જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને પારાદીપ પોર્ટ ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા ત્રણ નંબરનું સિગ્લન લગાવી દેવામાં આવ્યું હતું. દરિયામાં ઊંચા મોજા અને ભારે કરંટને કારણે માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં લઇને માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ચેતવણીને ધ્યામાં રાખીને પારાદીપના કિનારે ૪૦૦થી વધુ બોટોને લાંગરી દેવામાં આવી હતી.

