મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જંબુસરના ૮ માછીમારોની બોટ મધદરિયે બગડતા ૭ સુરક્ષિત, એક યુવાન લાપતા

જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના ૮ માછીમારો ગંગવા ખાતેથી બોટ લઈને દરિયામ

તસવીર: gstv

જંબુસર તાલુકાના સારોદ, વેડચ અને માલપુર ગામના ૮ માછીમારો ગંગવા ખાતેથી બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા. કાવી-કંબોઈ અને ધુવારણ વચ્ચે બોટ અચાનક બગડી જતાં તમામ માછીમારો મધદરિયે ફસાઈ ગયા હતા. જીવ બચાવવા દરિયામાં કૂદી પડેલા ૭ માછીમારોને દેહગામ નજીક સ્થાનિક લોકોની મદદથી સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. સ્થાનિક આગેવાનો અને સરપંચોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી માનવતા દાખવી રેસ્ક્યુ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, સારોદ ગામનો ૨૩ વર્ષીય યુવક અક્ષય કરશન વાઘેલા હજુ પણ લાપતા હોવાથી તંત્ર અને સ્થાનિકો દ્વારા તેની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો