VIDEO: જંબુસરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ, ગરમીથી મળી મોટી રાહત
ભરૂચના જંબુસર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધ

ભરૂચના જંબુસર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો છે. તાલુકાભરમાં સાર્વત્રિક વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે.આ તરફ વરસાદી માહોલ જામતા જ જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ચાલુ વર્ષે ઉત્તમ ખેતી થવાની નવી આશા બંધાઈ છે અને પંથકમાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



