Aravalli: ચાલતી અમ્બ્યુલન્સમાં અચાનક ફાટી નીકળી આગ, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ
અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર મોડાસાની રિચ હોસ્પિટલમાંથી બાળ દર્દીને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જતા હતા, ત્યારે આ ઘટના બની હતી. ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર બે મેડિકલ સ્ટાફ અને બાળ દર્દી સહિત 3ના મોત થયા છે. ત્યારે દાઝેલા બે વ્યક્તિઓને મોડાસાની AIMS હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. જો કે ત્યાં વધુ એકનું મોત થયું હતું મોડાસા પાલિકાની ફાયર ટીમે એમ્બ્યુલન્સમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મોડાસા ટાઉન ચાર મૃતદેહોને પીએમ માટે ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી છે.


