VIDEO: સુરતમાં ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, પાવર સપ્લાય બંધ કરીને આગ પર મેળવાયો કાબુ
ઉનાળો શરૂ થતાંની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં ઈલેક્ટ્રિસિટીની માગમાં વધારો થઈ રહ
ઉનાળો શરૂ થતાંની સાથે જ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં ઈલેક્ટ્રિસિટીની માગમાં વધારો થઈ રહ્યો છે. જેથી સુરત ઉધના વિસ્તારમાં DGVCL ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ લાગી હતી. ઉધના વિસ્તારમાં આવેલા જલારામ નગર સોસાયટીની બહાર DGVCL ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાવર સપ્લાય બંધ કર્યો હતો. ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે, પાવર સપ્લાય અટકાવી દેવાતા લોકોને ઉનાળાની ગરમીમાં પરસેવો પાડવાની ફરજ પડી હતી.


