VIDEO: રાજકોટમાં Audi કાર ભડકે બળી, સર્જાયો અફરાતફરીનો માહોલ
રાજકોટમાં ગોંડલ નેશનલ હાઇવે જૂના માર્કેટિંગ યાર્ડ રોડ નજીક ઓડી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લાખો રૂપિ
રાજકોટમાં ગોંડલ નેશનલ હાઇવે જૂના માર્કેટિંગ યાર્ડ રોડ નજીક ઓડી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. લાખો રૂપિયાની ઓડી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અગ્નિશામકદળે કાર પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.




