VIDEO : બોપલમાં 22 માળની રહેણાંક બિલ્ડીંગના 9માં માળે લાગી ભીષણ આગ
Ahmedabad News: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગની બી વ

Ahmedabad News: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગની બી વિંગમાં 9મા માળે ભીષણ આગ લાગી હતી. 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે, એમ્બ્યુલન્સ પણ ઈસ્કોન પ્લેટિનમ પહોંચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા બારીના કાચ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. મળતી માહિતી અનુસાર, ફટાકડાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.
આ ઘટનામાં 3 લોકોને ગૂંગળામણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. આગ લાગતા એપાર્ટમેન્ટના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ફસાયેલા તમામ લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.



